“ગોમય વસતે લક્ષ્મી” શાસ્ત્રમાં લિખિત આ વાક્ય ને આજની પેઢી સમક્ષ ચરિતાર્થ કરવા માટે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના પવિત્ર ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવાય છે. ગાય બિચારી નથી પણ શક્તિશાળી છે એવું  અમે સાબિત કરવા માગીએ છીએ.

ગાયના ગોબરમાંથી ખાતર ઉપરાંત અન્ય એવી વસ્તુઓ બનાવાય છે જે આકર્ષક છે અને ઘરમાં ઉપયોગી પુરવાર થઈ છે. જેનું નામ છે ગોબરક્રાફ્ટ…

એક સમય હતો જ્યારે દરેક ઘરમાં ગોબરથી લીપણ થતું હતું. પરતું આ પરંપરા હવે વિસરાઈ ગઈ છે ત્યારે “ઘર ઘર ગોબર” એ સૂત્રને સાકાર કરવા માટે અને ગોબરના મહત્વને નવા સ્વરૂપે ફરી ઘરમાં લાવા માટે ગોબરક્રાફ્ટ નું નિર્માણ કરાયું છે જે અંતર્ગત 30 થી વધારે વસ્તુઓ બનાવાઇ રહી છે અને તે ખૂબ લોકપ્રિય પણ બની છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810