CHIKITSA

આપણી ભારતીય સંસ્કૃતિ બીમાર ન પડવું એમ કહે છે તેમ છતા આજે લાઈફ સ્ટાઈલ બદલી જવાને કારણે ઘણી બીમારીઓ થી માનવજાત ઘેરાઈ ગઈ છે. ત્યારે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2011 થી પંચગવ્ય આયુર્વેદ આધારિત નિદાન કરવાનું ચાલુ કરાયું હતું. જેનો સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. આજપર્યંત આ ચિકિત્સા પધ્ધતિ દ્વારા અહી દર્દીઓની સારવાર કરાય છે.

વર્ષ 2015થી તેમાં સેલ થેરાપી એટ્લે કે ગ્વાસા થેરાપીનો ઉમેરો કરાયો છે. હવે ગૌઆયુર સેલ થેરાપી દ્વારા અનેક પીડિત લોકોની પીડા હરવાનું ભગીરથ કાર્ય અહી થઈ રહ્યું છે. સાથે સાથે સુજોક અને  એક્યુપ્રેશર જેવી પરંપરાગત પધ્ધતિઑ દ્વારા પણ નિદાન સારવાર કરાય છે. મહીને અંદાજે ૯૦૦ આસપાસ દર્દીઓ અમારી નિ:શુલ્ક સુવિધાનો લાભ લઇ રહ્યા છે.  

દેશી ગાયના પંચગવ્ય, ગૌ મૂત્ર અર્ક, વિવિધ ઔષધીય અર્ક અને કેટલાક ચૂર્ણ તેમજ આયુર્વેદ ઔષધો દ્વારા સારવાર કરવામાં આવે છે.

વૈદ્યને મળવાનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધી તેમજ બપોરે ૨ થી સાંજે ૬ સુધી

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810