” પ્રાકૃતિક ઉર્જા તેમજ પ્રાકૃતિક સ્ત્રોતોનું સંવર્ધન “

PRAKRUTIK KRUSHI URJA

                                      પ્રકૃતિના સ્ત્રોતોનો અસિમ ભંડાર છે પરંતુ તેનો અવિવેકી બેફામ ઉપયોગ થવાથી તે નષ્ટ થવાની સ્થિતિમાં પહોચી ગયો છે. ત્યારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટે પ્રકૃતિના સંસાધનોનો સદુપયોગ થાય અને આ તેનું સંવર્ધન થાય તે માટે પ્રયાસો કર્યા છે.

સૂર્ય ઉર્જા :  સોલાર ઉર્જાના ઉપયોગથી સંકૂલમાં પાણીની મોટર ચાલે છે. સંકૂલમાં અનેક સ્થળે સોલાર લાઇટો નો ઉપયોગ કરવામાં આવે છે

ગોબર ગેસ :  5 સ્થળોએ નાના ગોબર ગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. ગેસના ઉપયોગથી ચૂલા ચાલે છે તો ગોબર ગેસ ની રબડી ખેતી માટે ઉપયોગમાં લેવાય છે.

વરસાદી જળ સંવર્ધન : અત્યંત અમૂલ્ય એવા વરસાદી જળના સંગ્રહ માટે સંકૂલમાં બે સ્થળે વરસાદી જળ સંગ્રહ માટે પાણીના ટાંકા બનાવાયા છે જેમાં દોઢ લાખ લિટર
જેટલું પાણી સંગ્રહિત થાય છે.

 

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810