કોરોના વાયરસ સામે સૌ એકજુત થઇ લડી રહ્યા છે ત્યારે આ લડતને વધુ ને વધુ મજબૂત બનાવવા અને સરકાર અને તંત્રના દરેક પ્રયાસને સહકાર આપવાના ઉદેશ્યથી શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ માધાપર દ્વારા રૂપિયા 1,25,000 નો ચેક મુખ્યમંત્રી ભંડોળમાં આપ્યો હતો. ટ્રસ્ટના મેનેગીંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સોલંકી એ આ ચેક રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર અને કલેક્ટર પ્રવીણા ડી. કે. ને એનાયત કર્યો હતો. આ સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી દિલીપભાઈ ત્રિવેદી તેમજ શ્રી કચ્છ ચાઈના કલે એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.