શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃતિમાં ગાય આધારીત સજીવ ખેતી મુખ્ય પ્રવૃતી છે. ગાય આધારીત સમૃધ્ધ ખેતીનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને ખેડૂતો ગાય આધારીત સજીવ ખેતી કરતા થાય તેના માટે કુકમા મધ્યે નિદર્શન ફાર્મ પર પ્રકૃતીની સાથે રહીને આ ખેતી કરવામાં આવી રહી છે. મુખ્યત્વે ઘાસચારો શાકભાજીનું મુખ્ય વાવેતર કરવામાં આવેલ છે. અમારો ઉદેશ વધુને વધુ ખેડૂતો ગાય આધારિત સજીવ ખેતી તરફ વળે તેવો છે. અને તે માટે અમે આદર્શ મોડલ બનાવવા માગીએ છીએ. અને તેના તરફ અમારા નમ્ર પ્રયાસો છે.
- શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ મા ૨૦૦૧ થી પ્રાકૃતીક ખેતી કરવામા આવે છે. અને પ્રકૃતિક ખેતીનૂ સંપુર્ણ માર્ગદર્શન પણ આપવામા આવે છે.
- કૂલ ૧૦૦ એકર જમીનમા પ્રાકૃતિક ખેતી કરવામા આવે છે.
- ૧.૫ એકર જમીનમા મીયાવાંકી વન બનાવવા મા આવેલ છે.
- ૦.૨૫ એકર જમીનમા એક ઔષધીય પ્લોટ બનાવવામા આવેલ છે. જ્યા વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડવામા આવે છે.
- શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ મા વિવિધ પ્રકારના પાકો નુ વાવેતર કરવામા આવે છે.
- શાકભાજી ના પાકો – દુધી, ગીસોડી, કાકડી, કારેલા, મુળા, ગાજર,મેથી, ધાણા, પાલક, ડુંગળી, લસણ,
- ઘાસચારાના પાકો – રંજકાબાજરી, નેપીયર, રંજકો, જવ,જીંજવો, ગાજર, જુવાર, મકાઈ.
- ધાન્ય પાકો – ઘઊ, જુવાર, બાજરો,
- બાગાયત પાકો – ચીકુ, દાડમ, જાંબુ, ખારેક, આંબા, લીંબુ,ડ્રેગન ફ્રૂટ (કમલમ ફળ)
- મસાલા પાકો – મેથી, ધાણા, રાઇ,
- તેલેબીયા પાકો – એરંડા, મગફળી, સરસવ
વગેરે પાકો પ્રાકૃતિક ખેતી પધ્ધતીથી કરવામા આવે છે અને તેનુ માર્ગદર્શન પણ આપવામા આવે છ.
વધુ માહિતી માટે સંપર્ક કરો : 94265 82810
વિવિધ પ્રકારના પ્રાકૃતિક ખાતરોનો વપરાશ અને તેની બનાવટ
લિકવીડ ખાતરો:
- જીવામૃત
- વર્મીવોશ
- ગૌ મુત્ર
- છાસામૃત
- આકડાનું પ્રવાહી ખાતર
- ગ્લિરીસિડિયાનુ પ્રવાહી ખાતર
- શેવાળનુ પ્રવાહી ખાતર
ઘન ખાતરો :
- સુપર કંપોસ્ટ ખાતર
- પ્રોમ ખાતર
- જમીન સુધારક ખાતર
- ગૌ શીંગ ખાતર
- ઘન જીવામૃત
- ગૌ સમાધી ખાતર
- ગાયના વાડાનુ ખાતર