• No product(s) in your cart!

સંસ્થાનો ઉદ્દેશ – શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ – ભુજ-કચ્છ (ગુજરાત)

Our Activities in English
હાલમાં દેશ અને દુનિયામાં જે સ્થિતિ નિર્માણ થઇ છે, સાંસ્કૃતિક,  ધાર્મિક અને પર્યાવરણીય ક્ષેત્રે જે બદલાવ થઇ રહ્યા છે તેને લઈને લોકો પાસે સુવિધા અને સંસાધનની સ્થિતિ સુધરી છે. પરંતુ જીવનની સ્થિતિ બગડી છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સ્થિતિમાં અનેક પ્રકારના પ્રશ્ર્નોનું પ્રમાણ ખુબ વધતું જાય છે. જે માણસ જાત વ્યથા, તણાવ અને નિરાશા તરફ ધકેલાતી જાયછે. આની પાછળ એક માત્ર જવાબદાર હોય તો છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતીય ચિંતનમાં બદલાવ આવ્યો છે, તે છે, ભોગવાદી વિચાર.
આજ ગત માણસ માત્ર માટે બનેલું છે અને તેને વધુમાં વધુ ભોગવવાનું કાર્ય માણસનુંજ હોવું જોઈએ. જયારે આપણું ભારતીય ચિંતન એ ભોગવાદી નહિપણ યોગવાળી છે. એટલે કે આ જગત અને કજીવો માટે બનેલું છે તેમાંનો એક જીવ માણસ છે. આ પૃથ્વીમાં અખૂટ ક્ષમતાઓ છે.અને આક્ષમતાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેનો ઉપયોગ કરવાનો અધિકાર દરેક જીવોનો છે. સાથે સાથે તેની જાળવણી કરવાની જવાબદારી પણ દરેક જીવોની છે.જગતની સમૃદ્ધિ બની રહે, શુદ્ધતા બની રહે તે જોવાની જવાબદારી પણ છે. જેથી આ જગત અરબો વર્ષ સુધી ચાલે.
આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુદરતી સંસાધનનો ઉપયોગ કરે છે સાથે તેને જાળવવાની અને સમૃદ્ધ રાખવાની, શુદ્ધ રાખવાની જે જેવાબદારી છે તેને નિભાવે છે. ટ્રસ્ટ આજવાબદારીના ભાગરૂપે પ્રકૃતિના હવા, પાણી, ખોરાક સમગ્ર જીવોને સાથે રાખીને કઈ રીતે ઉપયોગી થઇ શકે તે બાબત ધ્યાનમાં રાખીને દરેક કાર્યો હાથ ધરે છે.
આજના યુગ મુજબની જરૂરિયાતોમાં વિવેકપૂર્ણ રીતે કેમ ઉપયોગ કરી શકાય તેમાટે કાર્યરત છે. આ કાર્ય કોઈ સેવાનથી પણ જવાબદારી છે. સમાજ અને પ્રકૃતિના ઋણ ચૂકવવાનાં ભાગરૂપ છે. આજ વાત લોકો સમજી શકે, પોતાના જીવનમાં તેને અપનાવી શકે તેમાટે લોકોને આ દિશામાં વૈચારિક અને કાર્યસ્પષ્ટતા વધે તેમાટે સાર્વજ નિકરીતે કાર્ય કરે છે.
Our Activities in English
« 1 of 2 »