સંસ્થાની સ્થાપના

PURSOTAMBHAI

સંસ્થાના સ્થાપક અમારા મોભી વડીલ સ્વ. શ્રી પુરુષોતમભાઇ ડાયાભાઇ સોલંકી કે જેઓ સમાજ અને પ્રકૃતિ માટે કશું કરવા સદાય તત્પર રહેતા હતા. તેમણે આપેલાં જીવનમૂલ્યો અને સિધ્ધાંતના આધારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના તા.ર૪ માર્ચ ૨૦૧૦ના તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જે આજે તેમના બતાવેલા સદમાર્ગ પર મકકમતાથી ચાલી રહી છે.

સંસ્થાના ઉદેશો અને કલ્પના :

ગાય આધારિત ખેતી, ખેત ઉત્પાદનોને ઘર આંગણે બજારનો પ્રયોગ, આયુર્વેદમાં ઔષધિવન, માનવ/પશુ/ખેતીનાં રોગોપચારના પ્રયોગો, ગોબરગેસ, સોલાર ઉર્જા, કુટીર ઉધોગ, કોસ્મેટિક, આયુર્વેદિક ઉત્પાદનો વિગેરે એકબીજાના આનુસાંગિક પાસાં સમજી સમાજ ઉપયોગી થાય, એ વાત સમાજ સુધી પહોચાડવા માટે ટ્રસ્ટની ઓફીસ-કેમ્પ (ચિંતન) ને પ્રાકૃતિક સંસાધનો દ્વારા રચના કરીને, પ્રાકૃતિક સુંદરતાનો અહેસાસ લોકોને ખુબજ આકર્ષતો રહ્યો છે. તેમજ પ્રદર્શન, નિદર્શન દ્વારા કાર્ય નિરીક્ષણ સાથે માહિતીપ્રદ બનાવતા વારંવાર લોકો મુલાકાત લે છે, સમજે છે, અપનાવે છે તેમજ ક્યારેક તાલીમ-સેમિનારો દ્વારા પણ આ વાતને સમાજ સુધી પહોચાંડવાનાં પ્રયત્નો સંસ્થા કરે છે.

SHREE RAM KRUSHNA TRUST
શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ નો ઇતિહાસ

2010

સ્વ. શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી - સ્થાપક (Founder)
૧૭ મી જુલાઈ ૧૯૨૬ નાં રોજ જન્મેલા સ્વ. પુરુષોત્તમભાઈનું જીવન સ્વાર્થ-પરમાર્થ વચ્ચે અનોખા સંતુલન સમાન હતું. તેમણે તેમના જીવનકાળનાં ૮૪ વર્ષ દરમિયાન સમાજ હોય કે નોકરી કે પછી વ્યવસાયમાં નાનામાં નાના માણસનું હિત જોયું હતું અને એટલે જ ૨૪ મેં માર્ચ ૨૦૧૦ ના શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના કરીને આ પ્રવૃતિને વધુ વેગવાન બનાવી હતી. તેઓ કચ્છમાં મળતા ખનીજોના જાણકાર હતા અને આ ઉધોગનાં વિકાસમાં તેમનો સિહફાળો છે.

શ્રી મહેશભાઈ પી. સોલંકી ચેરમેન (Chairman)
સ્વ. પુરૂષોતમભાઇના દેહાવસાન પછી ટ્રસ્ટના ચેરમેન પદે મહેશભાઈ સેવા આપે છે. તેઓની સાહિત્યક્ષેત્રની સેવા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. તેમણે રચેલા પ્રકુતિ ગીતો ભારે લોકચાહના મેળવી રહ્યા છે. માત્ર ઉપરછલ્લું સાહિત્ય નહિ પણ સમાજ માટે ઉપયોગી સાહિત્યની દેન તેમણે આપી છે.

શ્રી મનોજભાઈ પી. સોલંકી - મેનેજીગ ટ્રસ્ટી (Managing Director)
કચ્છમાં સજીવ ખેતી માટે પાયાના કાર્યકર છે. ૧૯૯૫માં રાસાયણિક ખેતી શરૂ કરીને થાકી ગયા પછી ૨૦૦૧ થી સજીવ ખેતીનો આરંભ કર્યો. આજે તેઓ નમૂનેદાર કાર્ય કરી રહ્યા છે. સમાજ માટેની ફરજો અદા કરવા માટે તેમજ સમાજને સ્વાવલંબી બનાવવાના ઉદેશથી ટ્રસ્ટને માર્ગદર્શન કરી રહ્યા છે. સત્ય, ન્યાય અને સમાધાનના સિદ્ધાતોથી તેમણે ઔધોગીકક્ષેત્રે પણ સારી સફળતા મેળવી છે.

શ્રી વિનોદભાઈ પી. સોલંકી ટ્રસ્ટી - (Director)
તેઓ ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે સાથે સામાજિક, ધાર્મિકક્ષેત્રે દાન આપીને નાનામાં નાના લોકોને સદાય ઉપયોગી થતા આવ્યા છે. તેમની સેવાની સુવાસ કચ્છભરમાં પ્રસરેલી છે.આ ઉપરાંત સમાજને કંઈક આપવાના સોલંકી પરિવારના આ યજ્ઞમાં મોહિત વિનોદ સોલંકી, જયદીપ મનોજ સોલંકી તેમજ જયમીત મનોજ સોલંકી પણ જોડાયા છે. તેઓ પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે