ખેતી અને ગાય એકબીજાના પર્યાય છે. ખેતી વગર ગાય અને ગાય વગર ખેતી અધુરાં છે એ હેતુ સાથે ગૌપાલન પ્રવૃતિ અમે કરી રહયા છીએ. દેશી ગાય કઇ રીતે પોષાય, તેના દૂધ, ગૌમૂત્ર, ગોબર થકી આવક મેળવવા કઇ રીતે ગૌશાળા ચલાવવી તેના માટે ટ્રસ્ટ દ્વારા 300 ગાયોનું પાલન કરવામાં આવે છે. તેના મૂત્રમાંથી દવાઓ બનાવાય છે, દૂધનું સ્થાનિકે કુકમા અને માધાપરમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત ઘી બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. ગોબરમાંથી ખાતર ઉપરાંત અન્ય પ્રોડકટ બનાવવામાં આવે છે. બીમાર ગાયને સારવાર આપવા માટે ડોકટરની વ્યવસ્થા પણ છે. ગાય થકી આવક વધે તેના વ્યવહારીક પ્રયાસો ડેટા સ્ટેટેસ્ટીક સાથે કરાય છે. જેથી ગાય એ ખરેખર બોજ નથી તે સાબીત કરવાની અમારી નેમ છે.
- 300 કાંકરેજ ગૌવંશ સાથેની પ્રાકૃતિક ઢબે તૈયાર થયેલી ગૌશાળા
- માત્ર દૂધ નહીં પરંતુ ગોબર, ગૌમૂત્રનો યોગ્ય ઉપયોગ
- આદર્શ બ્રીડ માટે નંદી સંવર્ધન કાર્ય
- ખેડૂતોને ખેતી માટે બળદો નિ:શુલ્ક અપાય છે
- ગોબર અને ગૌમુત્રના ઉદેશ્યથી ખેડૂતોને નિશુલ્ક ગાય અપાય છે
- સજીવ ખેતી કરતા ખેડૂતો માટે ગોબર અને ગૌમુત્રનું રાહત દરે વિતરણ
- ઔષધિ માટે ઝીલેલું ગૌમુત્ર રાહત દરે વિતરણ
- ગૌશાળામાં વૈવિધ્યસભર વૃક્ષોનું વાવેતર
- ખાણદાણમાં ઔષધિય વનસ્પતિઓ નું ગાયોને કરાવાય છે સેવન
- બિમાર ગૌવંશને જરૂરત મુજબ ઔષધીય ચિકિત્સા દ્વારા સારવાર અપાય છે
- ગૌપાલન, સંવર્ધન બાબતે નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો : 94265 82810