ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર (ત્રિ દિવસીય)

GAUSADA
  • વર્ષ ૨૦૧૧ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી/ સજીવ ખેતીની મે ૨૦૨૨ સુધી કુલ્લ ૯૭ (ડિસેમ્બર ૨૦૨૩ સુધી) શિબિર થઇ છે જેમાં ૩૧૮૮ લોકો એ લાભ લીધો છે.
  • આ શિબિરમાં સજીવ ખેતીની વિભાવના, ભૂમિની ઓળખ, જમીનને ફળદ્રુપ બનાવવી, રોગ જીવાત, માર્કેટિંગ અને મુલ્યવર્ધન, ઔષધીય ખેતી અંગે માર્ગદર્શન તેમજ ખાતર અને જન્તુરોધક બનાવવાનું પ્રશિક્ષણ અનુભવી અને ભણેલા માર્ગદર્શકો દ્વારા અપાય છે.
  • તમામ શીબીરો નિ:શુલ્ક હોય છે અને ભોજન તેમજ રાત્રી નિવાસની પણ સગવડ છે.
    દર મહિનાની ૧૨-૧૩ અને ૧૪ તારીખોમાં આ શિબિર યોજાય છે

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810

ગ્રામ ઉદ્યોગ પ્રશિક્ષણ

  • પંચગવ્ય, ગોબરક્રાફ્ટ, ગોમય પ્લાસ્ટર, ગૌશાળા વ્યવસ્થાપન, ખાતર બનાવટ વગેરે વિષયોનું પ્રેક્ટીકલ માર્ગદર્શન
  • કોઈ સમય મર્યાદા નહિ, બારે માસ પ્રશિક્ષણ કાર્ય ચાલુ
  • અભ્યાસ ની કોઈ મર્યાદા નહિ
  • અમારા કાર્યકર મિત્રો સાથે રહીને કામ કરવાનું હોય છે
  • અત્યાર સુધી ૨૧૧૨ જેટલા દેશ, રાજ્યના તાલીમાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે અને પોતાની રીતે તેનો સદુપયોગ કરી રહ્યા છે

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810

CEMENT

વિદ્યાર્થી ઇન્ટર્નશીપ

  • ગુજરાત રાજ્યની ઘણી ખ્યાતનામ કોલેજોનો ઇન્ટર્નશીપ અભ્યાસ પણ અહી કરાવાય છે.
  • ખેતી, ગૌપાલન. ગ્રામઉદ્યોગ, વિગેરે વિષયો માં નિવાસી પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવે છે
  • અમારી સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ
  • લોકભારતી સણોસરા (બી.વોક),
  • પ્રમુખસ્વામી સાઇન્સ અને એચ ડી પટેલ આર્ટ્સ કોલેજ-કડી,
  • લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુર,
  • ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામભારતી અમરાપુર,
  • વનસેવા મહાવિદ્યાલય, બિલપૂડી, ધરમપુર,
  • સમાજસેવા મહાવિદ્યાલય- ગાંધી વિદ્યાપીઠ, વેડછી.
  • અત્યાર સુધી ૩૩૧ વિદ્યાર્થીઑ નિવાસી તાલીમનો લાભ લઈ ચૂક્યા છે

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810