“શ્રી રામ કૃષ્ણ પ્રાકૃતિક કૃષિ નિવાસ”

Shree Ram Krushna Trust Prakrutik Krushi Nivas

                    “શ્રી રામ કૃષ્ણ પ્રાકૃતિક કૃષિ નિવાસ” એગ્રો ઇકો ટુરીઝમ એ ઓર્ગેનિક કૃષિ પર્યટન ફોટો ખૂબ જાણીતું બની રહ્યું છે અને પ્રાકૃતિક સંકુલનાં કારણે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શહેરમાં રહેતા લોકોને સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલમાંથી અને રોજીંદી દોડ ભાગની જીંદગીમાંથી બહાર નીકળીને પોતાની અંદર રહેલ ગામડું, પ્રકૃતિ અને ગ્રામ્યજીવન શૈલી જીવવા માટેની ઉત્તમ તક પુરી પાડે છે અને અહીંયા નિવાસ કરીને આવી જીંદગી જીવવા માટેનું સ્થાન પુરૂ પાડે છે.

                       અહીં પ્રાકૃતિક જીવનશૈલીનાં આનંદ સાથે સાથે દેશી ગાયોની ગૌશાળા, ટ્રસ્ટના ગ્રામદ્યોગ કેન્દ્ર દ્વારા આયુર્વેદિક તથા દેશી ગાયના પંચગવ્ય આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીનાં ઉત્પાદનોને નિહાળવા તથા શિખવાની પણ ઉત્તમ તક મળે છે.

                             અહીંના સુંદર, શાંતીપૂર્ણ અને ગામઠી વાતાવરણમાં માણસ શાંતીનો અનુભવ કરી પોતાને મળવાનો અવસર પ્રાપ્ત કરીને નિજાનંદનો આનંદ માણી શકે છે.

                           અહીંયા કચ્છના પરંપરાગત ઢબે બનાવેલ ભંગા, હટસ અને ડોરમેટરીમાં પણ રહી શકાય એવી બધી જ વ્યવસ્થાઓ છે જેમાં પ્રાકૃતિક ખેતીનું સાદુ ભોજન પણ એક અનેરૂ સ્થાન ધરાવે છે જેથી અહીયા નિવાસ કરવાથી તન-મન તથા આત્મસુખનો અનેરો આનંદ મળે છે.

 

 

ભૂંગા બુકિંગ માટે સંપર્ક કરો : 94265 82810

NATURAL PLACE