પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિસ્ઠિત “હલધર” પુરસ્કાર શ્રી મનોજભાઇ સોલંકીને એનાયત કરાયો.

દિલ્હી ખાતે આઈસીએ આર ના 94માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે કરાયું સન્માન.

ભુજ : દેશમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ કચ્છના કિસાન અગ્રણી શ્રી મનોજભાઈ સોલંકીનું રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ટિત “હલધર” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્લી ખાતે આઇ સી એ આર ના 94માં સ્થાપના દિન નિમિતે તેઓને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રિય પશુપાલન મંત્રી શ્રી પરષોતમ રૂપાલાના હસ્તે સન્માન કરાયુ હતું. આ પ્રસંગે આઈ સી એ આર ના મહાનિર્દેશક શ્રી ત્રિલોચન મહાપાત્ર ઉપ્સ્થ્તિત રહ્યા હતા. અન્ય 50 થી વધારે ખેડૂતો, ખેત વૈજ્ઞાનિકો નું વિવિધ સિદ્ધિ બદલ સન્માન કરાયું હતું. આ હલધર એવોર્ડ માટે કુલ 39 લોકો ને દેશ્ભરમાં થી પસંદ કરાયા હતા. જેમાથી માત્ર 2 ખેડૂતોને આ સન્માન અપાયું હતું. ગુજરાતમાંથી શ્રી સોલંકી એકમાત્ર કિસાનની વર્ષ 2021 માં પસંદગી કરાઇ હતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધનીય કામગીરી લાંબા સમયથી કરવા બદલ આ હલધર પુરસ્કાર આપવામાં આવે છે ત્યારે મનોજભાઇ છેલ્લા 22 વર્ષથી પ્રકૃતિક (સજીવ ખેતી) કરી રહ્યા છે એટલું જ નહીં વિવિધ પ્રકારના ખાતરો અને જંતુરોધકોનું નિર્માણ કરી ટેકનિકલ રીતે તેઓ ખૂબ સફળ થયા છે. સાથે સાથે આ બધુ માત્ર પોતા સુધી સીમિત ન રાખતા 3000 થી વધારે લોકોને આવી ખેતીનું માર્ગદર્શન આપી ચૂક્યા છે. ખેતી ની સાથે સાથે મૂલ્યવાર્ધન નું પણ આદર્શ મોડેલ તેમણે સમાજ સમક્ષ મૂક્યું છે દેશી ગાયોના ઉત્થાન માટે પણ તેઓ ખૂબ શ્રેષ્ઠકાર્ય કરી રહ્યા છે.