શ્રી મનોજભાઇ સોલંકીને પ્રાકૃતિક ખેતી અને કાંકરેજ ગૌવંશ માટે પ્રદાન બદલ એનાયત થઇ ડોક્ટરેટની પદવી

ભુજઃ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દવારા કચ્છના પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા આગેવાન શ્રી મનોજભાઈ સોલંકીને ડોકટરેટની માનદ પદવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે સોમવાર તા. ૫મી જુન ૨૦૧૩ના રોજ ગાંધીનગર ખાતે રાજયપાલ અને કુલાધિપતી આચાર્ય દેવવ્રતજીના પદવીદાન પત્ર આપવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીએ શ્રી સોલંકીના વ્યકિતગત કાર્યો તેમજ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ તેમજ દેશી કાંકરેજ ગાયના સંવર્ધન અને તેના વિકાસ અર્થે છેલાં રર વર્ષથી થઈ રહેલા પ્રેકટીકલી પરીણામલક્ષી પ્રયાસો અને સામાજિક પ્રચાર પ્રસારના કાર્યમાં વિશેષ પ્રદાનની

ખાસ નોંધ લઈને પરંપરાગત કામગીરી તેમજ સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માનદ પદવી આપવા નકકી કર્યું હતું.

સમાજમાં સક્રિયતાથી કાર્ય કરનાર વ્યકિત વિશેષને પ્રોત્સાહિત તેમજ કાર્યને પ્રમાણિત કરવા માટે આ પ્રકારની ડોકટરેટની પદવી એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવતા હોય છે. યુનિ. દવારા કુલાધિપતી (ચાન્સેલર) રાજયપાલશ્રી દેવવ્રતજીને આ અંગે ભલામણ કરી હતી અને તેને તુરંત મંજુરી પણ મળી હતી.

કોબા ગાંઘીનગર ખાતે યુનિ.ના યોજાયેલા ૯મા પદવીદાન સમારોહમાં કુલાધિપતી રાજયપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષસ્થાને અને કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પુરૂષોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ તેમજ રાજયના કૃષિ ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે શ્રી સોલંકીને આ વિશિષ્ટ પદવી એનાયત કરવામાં આવી હતી. યુનિ. ના વાઈસ

ચાન્સેલર ડો. એન.એચ.કેલાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મનોજભાઈને આ પદવી એનાયત થતાં દાયકાઓથી કાર્યરત ગૌપ્રેમીઓ, પ્રાકૃતિક ખેતીમાં કાર્યરત ખેડૂતો તેમજ કાર્યકર્તાઓ અને કચ્છના દરેક લોકો માટે વિશેષ આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે.